ઐતિહાસીક આરંભડા વિશે

સ્થાપત્ય ઇતિહાસ : 

ભગવાન શ્રી કૃષ્ણએ મથુરાથી આવી અરબસાગર કિનારે દ્વારકાનગરી વસાવી અને જે સ્થળેથી બેટ-શંખોધ્ધાર જવાતું તે હાલનું ગામ આરંભડા.પૌરાણીક સમયનું કુશસ્થળ અથવા આરંભદ્વાર.

ભૌગોલીક મહત્વ:

જામનગર જીલ્લાનાં દ્વારકા તાલુકા માંહેનુ આરંભડા એ એક ઐતિહાસીક ગામ છે. વાઢેર (રાઠોડ) વંશનાં રાજવીઓનું રાજ હતું. મોગલોનાં સમયમાં સવાજી રાઠોડની આણ વર્તાતી હતી. આ ઐતિહાસીક નગરને ફરતે મજબુત કિલ્લા-બરજ હતાં તેની સાબીતી રૂપે હાલમાં પણ રાજાશાહી સમયનાં કિલ્લા, નયનરમ્ય ઝરૂખાઓ વિધમાન છે. અહિં ઐતિહાસીક જુનો દરબારગઢ હાલમાં પણ મોજુદ છે.

બેટ-દ્વારકાનાં શેઠ શ્રી જમનદાસ કાશીથી ભગવાન મહાદેવની મૂર્તિ પોતાની સાથે લાવ્યા જે બેટ-દ્વારકા જતાં આરંભડા આવતાં રાતનો સમય થયો હતો અને આ મૂર્તિએજ સ્થળે રાખેલ, જે ત્યાં પ્રસ્થાપીત થઇ, તે દરીયા કિનારે આવેલું હાલનું કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર છે.

સ્વયંભૂ પ્રગટ થયેલ શ્રી ચામુંડા માતાજીનું મંદિર, જબરેશ્વર મહાદેવ મંદિર અને પૌરાણીક ગૌશાળા છે જે હાલમાં બસ સ્ટેન્ડ પાસે આવેલ છે.

આરંભડા રસ્તા માર્ગથી જામનગર-દ્વારકા, તથા પોરબંદર સાથે  જોડાયેલ છે પરંતું રેલ્વે માર્ગ નથી.

આરંભડા થી  આગળ જતાં ઓખાનગર તથા બેટ-દ્વારકા જઇ શકાય છે.

વસ્તી:

મુખ્યત્વે રાજપૂત, ઇતરજ્ઞાતિ, રબારી, વાઘેર, ખારવા સમાજ, રામાનંદી સાધુસમાજ, વણકર વગેરે વસ્તી આવેલી છે. ૨૦૧૧ પ્રમાણે ૨૦,૦૧૧ ની વસ્તી છે.

શિક્ષણ :

સરકારશ્રી દ્વારા સંચાલીત પ્રાથમીક તથા માધ્યમીક શાળાઓ છે. સરસ્વતી વિદ્યાલય માધ્યમીક તથા શાળાઓ પણ આવેલ છે.

વિજળી સુવિધા:

મા. ગુજરાત સરકારશ્રી ની જયોતીગ્રામ યોજના દ્વારા ઓખા નગરના નાગરીકોને તથા ઉધોગોને પુરતાં પ્રમાણમાં વિજળી ઉપલબ્ધ કરવામાં આવેલ છે. ઓખા નગરમાં દરેક માર્ગ તથા શેરીઓમાં વાઇટ લેમ્પ પોસ્ટ આપવામાં આવેલ છે.

ખેતી:

આરંભડા ગામમાં વરસાદનાં સમયે ચોમાસામાં જ ખેતી થાય છે. જેમાં ઘઉં, જુવાર, બાજરો વગેરે પાક લેવામાં આવે છે.