તા. ૧૪/૦૨/૨૦૦૬ ના રોજ ઓખા ગ્રામ પંચાયત, આરંભડા ગ્રામ પંચાયત અને સૂરજકરાડી ગ્રામ પંચાયતને એકત્રીકરણ કરીને નવરચિત ઓખા નગરપાલીકા બનેલ છે તથા તા. ૩૧/૧૨/૨૦૦૯ ના રોજ બેટ – દ્વારકા ગ્રામ પંચાયતને ઓખા નગરપાલીકા નાં વિસ્તારમાં સમાવેશ કરવામાં આવેલ છે.

છેલ્લા ૫ (પાંચ) વર્ષો માં પૂર્ણ થયેલ અને સંપન્ન થયેલી યોજનાઓની માહિતી અને મહત્વની કામગીરી

  1. ઓછા અને બિન-અનુભવી સ્ટાફ / મહેકમ હોવા છતાં લોકાભુમિખ અને કાર્યહેઠળ વહીવટ.
  2. ૧૦૦% ધર-કચરાનું ડોર ટુ ડોર કલેકશન.
  3. તમામ વિસ્તારોમાં અસરકારક સ્વચ્છતા / સફાઇ તથા આરોગ્ય અંગેની સેવાઓ.
  4. સૂરજકરાડી / આરંભડા / ઓખા / બેટ ના ચારેય વિસ્તારોમાં સ્વભંડોળ / ગ્રાંન્ટ માંથી ૮ થી ૧૦ કિ.મી. ની પીવાના પાણીની પી.વી.સી. પાઇપ લાઇનો નવી નાંખવામાં આવી.
  5. ઉપરોકત પાઇપલાઇન દ્વારા છેલ્લા ૫ (પાંચ) વર્ષ માં ૧૫૦૦ આસપાસ નવાં નળ – કલેકશનો આપવામાં આવ્યાં.
  6. પીવાના પાણીની ૦% નીલ ફરીયાદો, આ તમામ ફરીયાદોનો નિકાલ ૧૦૦% પાણી વિતરણ.
  7. ટાટા કંપનીના સહયોગથી દેવપુરા ખાતે નવીન વોટર વર્ક્સ ઉભું કરીને કાર્યરત / ચાલુ કરી દેવાયું.
  8. જરૂરીયાત મુજબ નવીન મોટર / પંપ ની ખરીદી કરવામાં આવી.
  9. નિયમીત કલોરીનેશન દ્વારા શુધ્ધ પાણી વિતરણ.
  10. છેલ્લા ત્રણ થી ચાર ચોમાસા દરમ્યાન ભારે વરસાદ થતાં નીચાણવાળા ભાગોમાં ભરાઇ ગયેલ વરસાદી પાણીનો સત્વરે નિકાલ કરવામાં આવ્યો.
    • ડી વોટરીંગ પંપ અને કેનાલો તોડી ને તમામ વીસ્તારો માંથી વરસાદી પાણી નો નિકાલ.
    • ઓખા ખાતે બેટ જેટી / નેવી ની આજુબાજુ નો.ખ. ના સહયોગ થી વરસાદી પાણીના કાયમી નિકાલ માટે નો.ખ. ની પાકી કેનાલો / સ્લેબ નાંખવામાં આવ્યાં.
  11. ચોમાસામાં તથા અન્ય સીઝનોમાં જરૂરીયાત મુજબ જંતુનાશક દવાઓનો નિયમીત છંટકાવ રોગચાળાનો એક પણ બનાવ નોંધાયેલ નથી.
  12. ભારે વરસાદ થી ઘરવખરી ને નુકશાન અંગે સરકારશ્રી ની કેશડોલ્સ ની સહાય નગરપાલીકાના સહયોગ થી ચુંકવણું.
  13. ચોમાસા બાદ તમામ અસરગ્રસ્ત વિસ્તારો તથા મુખ્ય માર્ગો ઉપર મુરમ / માટી નું પુરાણ કરવામાં આવ્યું.
  14. સરકાશ્રી દ્વારા પુરી પાડેલ ટ્રેકટરો ને નવીન ટ્રોલીઓ નગરપાલીકા દ્વારા બનાવીને ધન કચરા એકત્રિકરણ માટે કામે લગાડવામાં આવી.
  15. નવાં વેકયુમ એમ્પ્ટીયર ૨ નંગ ખરીદીને એપ્ટીકટેંક /ખાવકુવા ની ઓખા / આરંભડા / સુરજ્કરાડી ત્રણેય ગામોની ૧૦૦% ફરીયાદો નો નિકાલ.
  16. સરકારશ્રી દ્રારા પુરાં પાડેલ ફાયર ફાયટર / વોટર બ્રાઉઝર માટે ફાયર – શાખા / નવીન શેડ બનાવીને સુરક્ષિત સાચવણી અને અસરકારક ઉપયોગ.
  17. નેવી અને કોસ્ટ્ગાર્ડ ની પાણી ની માંગણી પુરી કરવા માટે ટેન્કર / પાઇપલાઇન દ્વારા અસરકાર અને સંતોષકારક પાણી વિતરણ.
  18. ઓખા / આરંભડા અને સુરજ્કરાડી ના વિસ્તારમાં છેલ્લા પાંચ વર્ષોમાં ૩ થી ૪ હજાર નવી સ્ટ્રીટલાઇટો / કેબલ / થાંભલા સહીત સ્વ – ભંડોળ માંથી નાંખવામાં આવી.
  19. પી. જી. વી. સી. એલ. નું તમામ વીજ – બીલનું નિયમિત ચુકવણું તથા ગું. પા. પુ. બોર્ડનું પાણીના બીલનું નિયમિત ચુકવણું – કોઇપણ પ્રકારનાં દેવા રહિત નગરપાલીકા.
  20. સાંકડી ગલીઓમાં તથા બેટ ખાતે કચરા એકત્રીકરણ માટે બે – થ્રી વ્હીલ રીક્ષા ટેમ્પીનો ઉપયોગ.
  21. ઓખા નગરપાલીકા (બ – વર્ગ) વિસ્તાર પુરતો ફકત નગરપાલીકા વિસ્તારનો અલગ ગરીબ કલ્યાણ મેળાનું આયોજન જેમાં ૨૨૮૦ જેટલા લાભાર્થીઓને જુદી – જુદી સહાય વિતરણ.
  22. બેટ ખાતે પી. જી. વી. સી. એલ. નું બાકી દેવુ / બીલનું ચુકવણું કરીને નવીન ૧૦૦ જેટલી સ્ટ્રીટલાઇટો શરૂ કરી.
  23. ઓખામાં રૂગનાથ રોડ (બસ સ્ટેન્ડ થી એસ. બી. આઇ) તથા આરંભડા મધુરમ સ્ટોર્સ થી ભોઇસર ચોકડી સુધીના બે નવા આર. સી. સી. – ટ્રી મીકસ રોડનું સ્વ-ભડોળ માંથી રૂ. ૧.૦૦ કરોડ ના ખર્ચે નિર્માણ.
  24. દરિયા કિનારે ચોપાટી ખાતે રેનોવેશન / સ્ટ્રીટ લાઇટો / પંગથીયાં / પીલગ્રામ વિગેરે ની કામગીરી.
  25. કોમ્પ્યુટરાઇઝ પધ્ધતી / ઇ-ગવર્નન્સ દ્વારાઅસરકારક અને પારદર્શક વહીવટ.
  26. ચારેય ગામોમાં ૩ થી ૪ હજાર નવાં વૃક્ષો નું વાવેતર / હરીયાળી – ગ્રીન સીટી નું નિર્માણ.

ચાલી રહેલ યોજ્નાઓ

    1. રૂ. ૮.૭૯ કરોડ ના પાણી પુરવઠા યોજના ની જી. યુ. ડી. એમ. દ્વારા મંજુરી જેમાં ભવિષ્યનાં ત્રીસ (૩૦) વર્ષોને ધ્યાને લઇને ત્રણેય (૩) ગામોમાં સંમ્પ / પાઇપલાઇનો / મશીનરી / પંપરૂમો ની નવીન કામગીરી. આ યોજના નું મંજુર થયેલ ટેન્ડર મુજબ ખાત મુહત કરીને યોજના નું કામ શરૂ કરવામાં આવેલા છે.
    2. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત પ્રથમ તબક્કાં નાં રૂ|. ૧.૭૫ કરોડ્ની ગ્રાન્ટ માંથી જુદા જુદા ૧૯ (ઓગણીસ) વિકસ કામો નીચે મુજબના ચાલુ છે.
      • (અ) સ્લમ વિસ્તારનાં કામો
ક્રમ કામનુ નામ અંદાજીત રકમ રૂ. લાખમાં
ડાલ્ટા જેટી વિસ્તારમાં મુખ્ય રોડ ઉપર ડામર રોડની કામગીરી (ઓખા વિસ્તાર) ૭.૫૦
આર. કે. જેટી વિસ્તારમાં મુખ્ય રોડ ઉપર ડામર રોડની કામગીરી (ઓખા વિસ્તાર) ૮.૫૦
દેવપુર વિસ્તારમાં સાઇડ – ડ્રેઇન, સ્ટ્રીટલાઇટ સાથે સી.સી. રોડની કામગીરી, (સુરજકરાડી) ૯.૦૦
બક્ષીપંચ સોસાયટી થી ભોઇસર તલાવ સુધી દ.ઢ. x પાઇપનીસ્ટોર્મ વોટર ડ્રેઇન લાઇન ની કામગીરી (આરંભડા) ૧૦.૦૦
ડાલ્ટા જેટી વિસ્તારમાં વાહનોના પાર્કિગ ની સગવડ માટેની કામગીરી (ઓખા) ૨.૦૦
      • (બ) આગવી ઓળખનાં કામો: –
ક્રમ કામનુ નામ અંદાજીત રકમ રૂ. લાખમાં
ઓખા – વિસ્તારના રૂગનાથ રોડ (ગૌરવપથ) ઉપર સ્ટર્મ વોટર ડ્રેનેજ તથા ફુટ્પાથની કામગીરી ૧૨.૦૦
ઓખા જુની પંચાયત કચેરી ના પ્લોટમાં ગાર્ડનીગ ની કામગીરી ૧૦.૦૦
જુના જકાત નાકા પાસે ટ્રાફીક ટ્રાર્યગલ (પંચ શકિત થીમ ઉપર) ૫.૦૦
બેટ-દ્વારકામાં મહાપ્રભુજીની બેઠક થી હુસેની ચોક સુધી સ્ટોર્મ વોટર ડ્રેનેજ, ન્યુ સી. સી. રોડ અને સ્ટ્રીટ લાઇટની કામગીરી ૭.૫૦
૧૦ બેટ – દ્વારકામાં ગાંધી ચોક થી મીરાબાઇ સુધી સ્ટોર્મ વોટર ડ્રેનેજ, ન્યુ. સી.સી. ર રોડ અને સ્ટ્રીટલાઇટની કામગીરી ૪.૭૦
૧૧ બેટ – દ્વારકામાં કુંભલી પાડા થી પાંચીયા ક્રિકેટ ગ્રાઉન્ડ સુધી સ્ટોર્મ વોટર ડ્રેનેજ, ન્યુ સી. સી. રોડ અને સ્ટ્રીટ લાઇટની કામગીરી ૭.૫૦
૧૨ બેટ – દ્વારકા મહાપ્રભુજી ની બેઠક પાસે રોડ ઉપરનું (કલ્વર્ટ) ની કામગીરી ૩.૦૦
૧૩ બેટ – દ્વારકામાં મંદિર પાસે જુની એસ. આર. પી. મેસ. નું રીનોવેશન ૧.૦૦
૧૪ સુરજકરાડી ખાતે કોમ્યુનીટી હોલ નું બાંધકામ ૧૨.૦૦
૧૫ સુરજકરાડી મુખ્ય રોડ ઉપર બગીચા સાથેનું ટ્રાફીક આઇલેન્ડ ૧૫.૦૦
૧૬ સુરજકરાડી પંચાયત ઓફીસ પાસે હોકર્સઝોનની કામગીરી ૧૫.૦૦
૧૭ આરંભડા (ગૌરવપથ) મધુરમ સ્ટોર્સ થી ત્રીજી રેલ્વે ફાટક સુધી ડીવાઇડર / સ્ટોર્મ વોટર ડ્રેનેજ / ફુટ્પાથ સાથે નવીન ડામર રોડની કામગીરી ૧૬.૦૦
૧૮ સુરજકરાડી (ગૌરવપથ) – વેજીટેબલ માર્કેટ થી પાડલી મેઇન રોડ તરફ સ્ટોર્મ વોટર ડ્રેનેજ / ડીવાઇડર / ફુટપાથ સાથે નવીન સી. સી. રોડ ની કામગીરી ૨૦.૦૦
૧૯ ઓખા, આરંભડા અને સુરજકરાડી ખાતેના સ્મ્શાનો માં શેડ તથા રીનોવેશનની કામગીરી ૧૫.૦૦
કુલ : – રૂ. ૧૭૭.૭૦

ભવિષ્યની યોજનાઓનું આયોજન

સ્વર્ણિમ જંયતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત બીજા તબક્કનાં રૂ. ૧.૭૫  કરોડ નું આયોજના કરી ને મા. કલેકટર સાહેબશ્રી ને જામનગર ખાતે મોકલવામાં આવેલ છે. જેમની પુરી માહિતી નીચે મુજબની છે.

ક્રમ કામનુ નામ
ઓખા – બસ સ્ટેન્ડ થી ગાંધીનગરી સુધી સી. સી. રોડ
ઓખા – ભકિતી પ્રોવિઝન સ્ટોર્સ થી અબાસ પેન્ટરની દુકાન સુધી સી. સી. રોડ
ઓખા – મહેન્દ્રાભાઇ નાનજીભાઇ નાં ઘરથી શ્યામભાઇ હાથીભાઇ નાં ઘર સુધી સી. સી. રોડ
ઓખા – મારૂતી પ્રોવિઝન સ્ટોર્સ થી અજુભાઇ રામાભાઇ મહેશ્વરી નાં ઘર સુધી સી. સી. રોડ
ઓખા – મેઇન બજાર રોડનું કામ
ઓખા – નવી નગરી રોડનું કામ
ઓખા – ઉશેશ્વર મહાદેવ મંદિર થી એસ. બી. આઇ. (અપટુ અમી સ્વીટ) રોડનું કામ
ઓખા – મેમણ મદ્રેશા થી હાઇસ્કુલ વીયા બ્રમપુરી રોડનું કામ
ઓખા –જલારામ સ્ટોર્સ થી ઇસ્માઇલ ઓસામણભાઇ નાં ઘર સુધી રોડનું કામ
૧૦ ઓખા – ચોપાટી ડેવલોપમેન્ટ
૧૧ આરંભડા – બાપાસીતારામ નાં મંદિર થી ક્રોર્સીગ સુધી સી. સી. રોડ નું કામ
૧૨ આરંભડા – બંક્ષીપંચ સોસાયટી થી આંખની હોસ્પીટલ
૧૩ આરંભડા – સોમાભાઇ ચાનપાનાં ઘર થી લખુભાઇનાં ઘર સુધી રોડનું કામ
૧૪ આરંભડા – શકિતીનગર થી જુના દેવપરા રોડનું કામ
૧૫ આરંભડા – મહેતા સ્ટોર્સ થી હમીર હાસનનાં ઘર સુધી રોડની કામગીરી
૧૬ આરંભડા – ભોયસર ક્રોર્સ રોડ થી આરંભડા ગામનાં એન્ટ્રન્સ સુધી રોડની કામગીરી
૧૭ સુરજકરાડી – બસ સ્ટેન્ડ થી મનજીભાઇ ભાભણીયાનાં ઘર સુધી વાયા શ્રીરામ મશીનરી રોડનું કામ
૧૮ સુરજકરાડી – મનુભાઇ ગાંધીનાં ઘરા થી હર્ષદ એબ્રોડરી થી શહિદ ભકિત રોડ સુધી રોડનું કામ
૧૯ સુરજકરાડી – પંચેશ્વર મહાદેવ મંદિર થી હરીભાઇ સોનીનાં ઘર સુધી રોડનું કામ
૨૦ સુરજકરાડી – મહાદેવ મંદિરામાં ગાર્ડનની કામગીરી
૨૧ સુરજકરાડી – નગરપાલીકા કચેરી થી મધુરમ સ્ટોર્સ, ત્યાંથી ભોયસરા તળાવ સુધી વરસાદી પાણીનાં નિકાલ માટેની પાકી ગટર બનાવવાનું કામ
૨૨ સુરજકરાડી – રામાપીરનાં મંદિર થી કોળી પાડા સુધી (પાડલી સાઇડનાં) રોડનું કામ
૨૩ બેટદ્વારકા – તુલસી ચોરા થી હનુંમાન ડાંડી સુધી રોડનું કામ
૨૪ બેટદ્વારકા – કેશવરાયનાં મંદિર થી હનુમાન ડાંડી રોડનું કામ
૨૫ બેટદ્વારકા – મસ્જીદ ચોક થી ઇમામ ચોક સુધી રોડનું કામ
૨૬ બેટદ્વારકા – સિકંદર બાપુનાં દુકાન થી ભોયસર રોડનું કામ
૨૭ બેટદ્વારકા – નગરપાલીકાનાં કંપાઉન્ડ વોલનું કામ
૨૮ બેટદ્વારકા – મનસુખ ગોડીનાં સાઇડરોડનું કામ
૨૯ આરંભડા વિસ્તારમાં રૂપસીંગ ગદવાના ઘરા થી મેરામણ નાગેશના ઘર સુધી સી. સી. રોડનુ કામ
૩૦ આરંભડા વિસ્તારમાં ઇંન્દીરાનગરમાં ઇસાભાઇ આણંદાનાં ઘર થી ફાતેમાબેનના ફલોરમીલ સુધી સી. સી. રોડનુ કામ
૩૧ નગરપાલીકાનાં ચારેય વિસ્તારમાં હોલ્ડીગ બોર્ડ તથા સાઇન બોર્ડ બનાવવાનું અને મુકવાનું કામ
૩૨ નગરપાલીકાના ફાયર વિભાગ માટે ફાયરા સેફટી નાં સાધનો
૩૩ નગરપાલીકાના ચારેય વિસ્તારમાં સ્ટ્રીટલાઇટો માટે સોલાર લાઇટ મુકવાનું કામ
૩૪ ઓખા નગરપાલીકા વિસ્તારમાં બાળક્રીડાના સાધનો
  1. હરીયાળીયોજના માટે નગર નંદનવન યોજના નું આયોજન
  2. બેટ ખાતે નગરપાલીકાના સહ્યોગથી રૂ.૨૮ લાખના ખર્ચે વાસ્મો પાણી પુરવઠા – યોજનાનું આયોજન
  3. ૧૩માં નાંણાપંચ ની રૂ. ૧૮ લાખની ગ્રાન્ટમાંથી નીચે મુજબનું આયોજન
    • નવીન એમ્બયુલન્સ (૧૦૮ પ્રકાર ની)
    • થ્રી વ્હીલ ટેમ્પો રીક્ષા – ૧ નંગ
    • વેકયુમ એમ્પ્ટીયર – ૧ નંગ
    • કોમ્પ્યુટર/લેપટોપ/વેબસાઈટ દ્વારા સંપુર્ણપણે ઇ-ગવર્નન્સ
    • પ્લાસ્ટીક્ની નાની કચરાપેટીઓ – ૨૦૦ નંગ
    • લોખંડની મોટી કચરાપેટીઓ – ૨૦ નંગ
    • ડી-વોટરીંગ ડીઝલ પંપ – ૩ નંગ
    • ૧૦ એચ. પી. મોટર પંપ – ૨ નંગ
  4. સ્વ-ભંડોળ માંથી રૂ. ૫૦ લાખ ના ખર્ચે ૩ થી ૪ કિ. મી. લંબાઇ ના ઓખાના મુખ્ય રસ્તાઓ ઉપર ડામર રોડની બેઇઝકોટ/સીલકોટ ની કામગીરી નું આયોજન
  5. ઓખા બસ સ્ટેન્ડ અને સુરજકરાડી બસ સ્ટેન્ડ પાસે નવીન ૨(બે) નંગ હાઇમાસ્ક ટાવરોનું આયોજન.