સૂરજકરાડી વિશે

સ્થાપત્ય ઇતિહાસ :

દ્વારકાથી ઓખા આવતાં ૨૦ કી.મી.નાં અંતરે ટાટા કેમીકલ્સ લી. – મીઠાપુર ખાતે સોડા એશ નમક બનાવતો ઉધોગ આવે છે. મીઠાપુરથી ૨ કી.મી.નાં અંતરે કંપનીનાં વિસ્તારની બાજુમાં સૂરજકરાડી નગર આવેલ છે.

ભૌગોલીક મહત્વ :

સૂરજકરાડી ગામ એ આજુબાજુનાં ગામડાંના ખેત-મજુરો, સારૂં હટાણું ખરીદી કરવાનું સ્થાન છે. ઉપરાંત ટાટા કેમીકલ્સ ઉધોગ જે આજુબાજુનાં બેરોજગારોને રોજગારીની તક પૂરી પાડે છે.

ઔધોગીક મહત્વ :

સૂરજકરાડીમાં કોઇ જ મોટા ઉધોગ આવેલ નથી પરંતુ અહિં જી.આઇ.ડી.સી. આવેલ છે.  આ જી.આઇ.ડી.સી. માં નાના-મોટા વર્કશોપ આવેલ છે જેથી અહિંયા હજારો લોકોને રોજગારી મળી રહે છે.

ખેતી:

સૂરજકરાડી નગરમાં ખેતીલાયક જમીન ન હોવાથી ખેતી નગણ્ય છે. સૂરજકરાડીનાં દેવપરા ગામે બહોળુ પશુધન હોવાથી દુધનું મહત્વ ઉત્પાદન થાય છે. માધવ ગૌશાળા માં પશુઓની સારી માવજત કરવામાં આવે છે.

વસ્તી:

સૂરજકરાડી ગામોમાં તમામ ધર્મ-કોમનાં લોકો વસે છે. મુખ્ત્વે વાધેર સમાજ, ખારવા સમાજ, રબારી, ઇતરજ્ઞાતી, મુસ્લીમ વસ્તી, સાધુ સમાજ, લોહાણા મહાજન સમાજ વગેરે વસે છે. ૨૦૧૧ પ્રમાણે ૨૨,૨૫૫ ની વસ્તી અંદાજવામાં આવે છે.

આરોગ્ય:

સરકારી પી.એચ.સી. તથા ખાનગી દવાખાના અને કિલીનીક ઉપલ્બ્ધ છે.

વિજળી સુવિધા:

મા. ગુજરાત સરકારશ્રી ની જયોતીગ્રામ યોજના દ્વારા ઓખા નગરના નાગરીકોને તથા ઉધોગોને પુરતાં પ્રમાણમાં વિજળી ઉપલબ્ધ કરવામાં આવેલ છે. ઓખા નગરમાં દરેક માર્ગ તથા શેરીઓમાં વાઇટ લેમ્પ પોસ્ટ આપવામાં આવેલ છે.

વાહન વ્યવહાર :

સૂરજકરાડીનગર રસ્તા માર્ગે ઓખા, દ્વારકા, પોરબંદર, નાગેશ્વર તથા જામનગર સાથે જોડાયેલ છે. અહિંનું નજીક્નું રેલ્વેસ્ટેશન મીઠાપુર છે.

શિક્ષણ :

સૂરજકરાડી ગામમાં સરકારી તથા ખાનગી પ્રાથમીક અને માધ્યમીક શાળાઓ આવેલી છે. જેમાં અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમા નો સમાવેશ થાય છે.