નગરપાલિકા નાગરિકની ફરિયાદ કન્ટ્રોલ રૂમ પર અથવા જે તે સેવાકેન્દ્ર પર મળતા નીચે પ્રમાણેનાં સમયમાં કામ પૂર્ણ કરવામાં આવશે.
પાણી પુરવઠાને લગતી સેવા
સેવાની માહિતી |
નિવારણ સમય |
---|---|
ફરીયાદ સ્વીકારવામાં આવશે | ૨૪ કલાક |
ફાયર સર્વીસ માટે અને આકસ્મીક સંજોગોમાં | ૨૪ કલાક |
કંન્ટ્રોલ રૂમ ૭:૦૦ થી ૧૦:૦૦ રાત્રીના | અરજી આપ્યા તરત જ |
મુખ્ય પાણી પુરવઠાની લાઇનમાં લીકેજ | ૪ કલાકમાં |
ગંદા પાણીનો નિકાલ | ૪ કલાકમાં |
પમ્પીંગ મશીનરીને લગતી ફરીયાદ | ૪ કલાકમાં |
પાણીના દબાણને લગતી ફરીયાદ | ૨૪ કલાકમાં |
સ્ટેન્ડ પોસ્ટનું રીપેરીંગ | ૨૪ કલાકમાં |
પાણી પુરવઠાનું જોડાણ
સેવાની માહિતી |
નિવારણ સમય |
---|---|
અરજી ફોર્મ આપવા | કામકાજના તમામ દિવસો જે તે શાખામાંથી / માહિતી કેન્દ્રમાંથી |
અરજી ફોર્મ સ્વીકારવા | કામકાજના તમામ દિવસો જે તે શાખામાંથી / માહિતી કેન્દ્રમાંથી |
અરજી સાથે જોડવાના પુરાવા અધુરા હોય તો પુરા કરવાં | એક અઠવાડિયું |
અરજીની પહોંચ | અરજી આપે ત્યારે તરત |
જોડાણ માટે ડીપોઝીટ ભરવા ચલણ આપવું | સંપૂર્ણ વિગતે અરજી મળ્યાનાં ૭ – દિવસમાં |
ડીપોઝીટ નગરપાલીકાની ટ્રેઝરીમાં ભરવી | અરજદાર દ્વારા |
જોડાણ આપવું | અરજી કર્યાના બે અઠવાડીયામાં |
ટેન્કરથી પાણી આપવું
સેવાની માહિતી |
નિવારણ સમય |
---|---|
ટેન્કરથી પાણી આપવું | ફરીયાદ મળ્યાના ૬ કલાકમાં જો પાણી પુરવઠો બંધ થયેલ હોય તો |
પાણીની ટેન્કર સમારોહ કે લગ્ન પ્રસંગે બુક કરાવી મેળવવા | કામકાજના તમામ દિવસો જે તે શાખામાંથી બુક કરાવ્યાના ૩ – દિવસોમા |