ઓખા નગર વિશે
સ્થાપત્ય ઇતિહાસ
ભારતનાં ગુજરાત રાજયમાં પશ્વિમ છેવાડે LAG. ૨૨ °.૨૮’ ઉત્તર અક્ષાંશ અને LONG ૬૯ °.૦૫’ પૂર્વ રેખાંશ પર ઓખા નગર વસેલુ છે. ઓખા નગરની સ્થાપનાં આશરે ૧૫૦ વર્ષ પૂર્વે થયેલી છે. ઓખા ગામોનો વિકાસ મહારાજા સયાજીરાવ ગાયકવાડની સરકાર દ્વારા ૧૯૨૬ માં ઓખામાં બારમાસી બંદર બનાવવામાં આવતા ઓખા ના વિકાસ માં વેગ મળ્યો. ભારતને સ્વતંત્રતા મળતાં ઓખાનો મુંબઇ રાજયનાં અમરેલી જીલ્લામાં સમાવેશ કરવામાં આવ્યો. ૧૯૬૦ માં ગુજરાત રાજય અસ્તિવમાં આવતાં ઓખા નગર નો સમાવેશ ગુજરાત રાજયનાં જામનગર જીલ્લામાં કરવામાં આવ્યો.
૧૯૫૩ માં ઓખા ડિસ્ટ્રીક્ટ મ્યુનીસિપાલીટીની સ્થાપના થઇ અને ત્યાર પછી ગુજરાત પંચાયત અમલ માં આવતા ઓખા ગ્રામ પંચાયત ની રચના થઇ. મા. ગુજરાત સરકારશ્રી દ્વારા ઓખા જેવા પછાત તથા છેવાડાં નાં વિસ્તારનો વિકાસ થાય તે માટે ઓખા ગ્રામ પંચાયત, આરંભડા ગ્રામ પંચાયત અને સૂરજકરાડી ગ્રામ પંચાયત નો એક સાથે સમાવેશ કરી તારીખ : ૧૪/૨/૨૦૦૬ ના શુભ દિવસે ઓખા નગરપાલીકા ની સ્થાપના કરી અને ત્યાર બાદ તારીખ : ૧/૧/૨૦૧૦ ના રોજ પવિત્ર યાત્રાધામ બેટ-દ્વારકા ના સર્વાગી વિકાસ ના અર્થે ઓખા નગરપાલીકા માં સમાવેશ કરવામાં આવ્યો.
ભૌગોલીક મહત્વ તથા ઔધોગીક મહત્વ :
ઓખા એ બારમાસી કુદરતી બંદર છે અને તેનો વેપાર અરબ દેશો, આફ્રિકા ના દેશો તથા યુરોપીયન દેશો સાથે રહેતો હતો. સમયાંતરે ઓખા પોર્ટ ગુજરાત મેરીટાઇમ બોર્ડનાં હસ્તક લેવામાં આવ્યુ. ઓખાનાં ત્રણે બાજુ અરબી સમુદ્ર ધેરાયેલ છે. ઓખા પશ્વિમ ક્ષેત્રનું સૌથી છેલ્લુ તેમજ દરીયાઇ કિનારે આવેલું છેલ્લુ મથક હોવાથી દરીયાઇ સુરક્ષા માટે ભારતીય નૌ સેના મથક, ભારતીયા કોસ્ટગાર્ડ મથક તથા મરીન પોલીસ સ્ટેશન આવેલ છે.
ખેતી:
ઓખાનગરમાં ખેતી નહિવત પ્રમાણમાં કરવામાં આવે છે પરંતુ ત્યાં મુખ્યત્વે કારોબાર માં માછીમારી નો વ્યવસાય તથા ટાટા કેમીકલ્સ નાં મીઠાનાં અગરો આવેલ છે જેના દ્વારા આજુબાજુનાં ગામડાનાં નાગરીકોને રોજગારીની તક મળી રહે છે અને પોતાનુ ગુજરાન ચલાવે છે.
વસ્તી:
મુખ્યત્વે ઓખા માં ક્ષત્રીય, વાધેર, ખારવા, લોહાણા, મહાજન, રામાનંદી સાધુસમાજ, બ્રમસમાજ, પ્રજાપતી અને મુસ્લીમોની વસ્તી આવેલી છે. વર્ષ ૨૦૧૧ પ્રમાણે ઓખાની વસ્તી ૨૫,૮૫૫ ની અંદાજવામાં આવેલી છે.
હવામાન:
ઓખા માં હમેંશા ખુશનુમાંઅને અલહાદક વાતાવરણ જોવા મળે છે. અહિંયા શિયાળા માં વધારે ઠંડી પડે છે અને ઉનાળો માં નહિંવત ગરમી પડે છે અને જયારે ચોમાસા માં પ્રમાણમાં સારો વરસાદ પડે છે. પરંતુ ઓખા ના વાતાવરણમાં કાયમી ધોરણે હવામાન માં ભેજ નુ ખાસું એવુ પ્રમાણ જળવાઇ રહે છે.
શૈક્ષણીક સંસ્થાઓ :
શિક્ષણ ક્ષેત્રે ઓખા નગરપાલીકા દ્વારા સંચાલીત ઓખા નગરપાલીકા પ્રાથમીક, માધ્યમીક અને ઉચ્ચમાધ્યમીક શાળાઓ અને હાઇસ્કુલો આવેલ છે. તેમજ ઓખા માં શ્રી વિરમ આશા અંગ્રેજી તથા ગુજરાતી માધ્યમ ની શાળા તથા બાલ મંદિર આવેલ છે. આ ઉપરાંત પણ તાલુકા ગ્રામ પંચાયત દ્વારા બે પ્રાથમીક તથા માધ્યમીક શાળાઓ આવેલી છે અને કેન્દ્રીય વિધાલય પણ આવેલી છે જે કેન્દ્ર સરકાર બોર્ડ દ્વારા સંચાલીત છે.
વિજળી સુવિધા :
મા. ગુજરાત સરકારશ્રી ની જયોતીગ્રામ યોજના દ્વારા ઓખા નગરના નાગરીકોને તથા ઉધોગોને પુરતાં પ્રમાણમાં વિજળી ઉપલબ્ધ કરવામાં આવેલ છે. ઓખા નગરમાં દરેક માર્ગ તથા શેરીઓમાં વાઇટ લેમ્પ પોસ્ટ આપવામાં આવેલ છે.
આરોગ્ય :
ઓખામાં પી.એચ.સી, સરકારી આયુર્વેદિક દવાખાનું તથા પ્રાઇવેટ એમ.બી.બી.એસ. ડોકટરની સેવા પણ ઉપલબ્ધ છે.